20 લાખની ખંડણી માંગી: એક શખ્સ ઝડપાયો

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગરના ત્રણ યુવાનને ઉત્તરપ્રદેશ યુવાનને ધંધાની લાલચ આપી અપહરણ કરી ગોંધી રાખેલ અને ખંડણી માંગ કરતા એક યુવાનના પત્નીએ સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડી ત્રણેય યુવાનને છોડાવી આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


મળતી વિગત મુજબ જામનગરના ત્રણ યુવાન ઉત્તરપ્રદેશ ખાતે ફરવા ગયેલ હોય ત્યારે ત્યાં કોઈએ તેમનું અપહરણ કરી ગોંધી રાખેલ હોય અને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર તેઓની પાસે રૂપિયા ખંડણીની માંગણી કરતા હોય તેવી ફરિયાદ એક યુવાનના પત્નીએ જામનગર સીટી બી ડિવિઝનમાં નોંધાવતાં જિલ્લા પોલીસ અધિક્ષક દીપેન ભદ્રનએ અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય અને ડીવાયએસપી નિતેશ પાંડેય સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે સાહેબને જાણ કરી તેમની સૂચનાથી માહિતી ગુપ્ત રાખી સીટી બી ડિવિઝનના પીએસઆઈ વાય.બી. રાણા, તથા મુકેશસિંહ રાણા, શિવભદ્રસિંહ જાડેજા ઉત્તરપ્રદેશના કાનપુર જવા રવાના થયા હતા ત્યાં સ્થાનિક પોલીસ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફની ટેકનીકલ મદદ મેળવી ગોંધી રાખેલ જગ્યાનું લોકેશન મેળવી ચકાસણી કરી કેટલા માણસો છે અને ભોગ બનનારને ઓછામાં ઓછી હાની પહોંચે તે રીતે પ્લાનીંગ કરી 24 કલાકમાં જ ઓપરેશન પાર પાડી કેયુર ઉર્ફે કિશન હરીશભાઈ હાડા, વિરલ ઉર્ફે ભોપલો નરેશભાઈ હાડા અને જતીન રમેશભાઈ પઢીયાર નામના ત્રણેય યુવાનને સહી સલામત છોડાવી આરોપી શખ્સ ભગવાનસીંગ ઉર્ફે ચાચુ અર્જુનસિંગ ચૌહાણ (રહે. રાજપુર, સીકદારા, કાનપુર, યુપી) નામના શખ્સને ઝડપી લઈ આઇપીસી કલમ 364 (એ), 386, 506 (2) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.