જામનગર મોર્નિંગ - જામનગર 


શહેરમાં આવેલ ગુલાબનગર, શિવનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેણાંક મકાનમાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની 26 નંગ બોટલ ઝડપી લઈ આરોપી હાજર ન મળી આવતા તેને ફરાર શોધખોળ હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ ગુલાબનગર, શિવનગર, સાધુ વાસવાણી એપાર્ટમેન્ટ, બ્લોક નંબર એ, રૂમ નંબર 201માં રહેતો કરણ નારાયણ ચેલારામાણી નામના શખ્સના કબ્જા ભોગવટાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 26 નંગ બોટલ કિંમત રૂ. 13,000નો મુદામાલ મળી આવતા શખ્સ હાજર નહીં મળી આવતા પ્રોહી એક્ટ કલમ હેઠળ સીટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.