જામનગર મોર્નિંગ - જામનગર તા.11 : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર ના સંયુક્ત ઉપક્રમે તાલુકા કાનૂની સેવા સમિતિ જામનગર ના નેજા હેઠળ નેશનલ લોક અદાલતમાં વિવિધ પ્રકારના અંદાજિત 3000 જેટલા કેસો ને સાંભળવા માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.


લોક અદાલતમાં ખાસ પીજીવીસીએલ એ સિવાયના સામાન્ય કેશો જે ખુબ લાંબો સમય ચાલતા હોય છે તે કેશમાં લોકઅદાલતમાં ફરિયાદી અને આરોપી જેમના પર આરોપ હોય તે સાથે મળીને સમાધાન કારી વલણ અપનાવી કેશનો નિકાલ કરતાં હોય છે. લોક અદાલતમાં અનેક કેશનું સમાધાન કારી ત્વરિત નિકાલ થઇ શકે છે.