જામનગર મોર્નિંગ - દ્વારકા  

દ્વારકા જિલ્લાના મેવાસા ગામ મોરીધાર વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને રોકડ રકમ સાથે ઝડપી લઈ પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના મેવાસા ગામ મોરીધાર વાડી વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે ત્રણપતી રોન પોલીસ નામનો જુગાર રમતા કારૂભા પુજાભા સુમાણી, જેસલભા રાજભા કેર, ભાયાભા રાયદેભા કેર, રણધીરભા વાલાભા માણેક અને મેરૂભા કારાભા કેર નામના છ શખ્સને રોકડ રકમ 11950ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.