જામનગર મોર્નિંગ - મુંબઈ
ટાટા ક્લાસિસ, ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડિવિઝને ટાટા સ્ટડી માટે માર્કેટિંગ કેમ્પેઇન શરૂ કર્યું છે, જેનું નામ છે ‘પઢને કા સહી તરીકા’! 2021ની શરૂઆતમાં શરૂ કરાયેલી ટાટા સ્ટડી વિદ્યાલય બાદની અભ્યાસની એપ છે, જેને શીખવાના વિજ્ઞાનના સિદ્ધાંતોના આધાર પર ડિઝાઇન કરવામાં આવી છે. ટાટા સ્ટડીમાં બહુ-વિષયક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે, જેમાં તંત્રિકા વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને સંજ્ઞાનાત્મક વિજ્ઞાન સાથે અનુસંધાનનો મિલાપ છે.
શરૂઆતથી
જ, ટાટા સ્ટડીની ડિઝાઇન, સામગ્રી અને આ એપની એક અનોખી વિશેષતા અનુકૂળ સ્ટડી
પ્લાનરને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઇ છે. સ્ટડી પ્લાનર
વિદ્યાર્થીઓને તેમના શીખવાના લક્ષ્યોને નક્કી કરવા અને તેમની સુવિધા પ્રમાણે
અભ્યાસની યોજના બનાવવામાં મદદ કરે છે. આ પ્રારંભિક સફળતાની સાથે ટાટા સ્ટડીએ હવે
એક મલ્ટીચેનલ માર્કેટિંગ અભિયાનના માધ્યમથી પોતાની જાણકારી વધુથી વધુ વિદ્યાર્થીઓ
અને વાલીઓ સુધી પહોંચાડવા અને એપની પહોંચ વધારવાની યોજના બનાવી છે.
‘પઢને કા
સહી તરીકા’ અભિયાન શીખવાના યોગ્ય પ્રકારો પર કેન્દ્રિત કરે છે – જેનો
અર્થ છે કુશળતાપૂર્વક અભ્યાસની યોજના બનાવવી અને સતત અભ્યાસ કરતા રહી યોજનાનું
પાલન કરવુ. માતા-પિતા પોતાના બાળકોના અભ્યાસમાં કેટલુ ધ્યાન આપે છે તે વિષયમાં પણ
મેળવેલા ઇનસાઇટ્સના આધાર પર આ કેમ્પેઇન બનાવવામાં આવ્યું છે. પોતાનું બાળક સફળ હોય
તેનો ભારે તણાવ માતા-પિતાના મનમાં હંમેશા રહે છે, જેના પરિણામ સ્વરૂપે તેઓ બાળકો
પર પણ દબાણ આપે છે. સાચી સફળતા અનુચિત દબાણથી નહીં પરંતુ અસરકારક યોજનાથી મળે છે.
આ અંતદ્રષ્ટિ સાથે
બનેલી ‘પ્રેશર નહીં, પ્લાન’ સોચ! ફિલ્મોની એક શ્રેણી દ્વારા અભિયાન સંદેશ આપે છે કે
પોતાના અભ્યાસની યોજના બનાવવાથી વિદ્યાર્થીઓને સારી તૈયારી કરવા, ચિંતાથી બચવા અને
પરીક્ષામાં સારૂં પ્રદર્શન કરવામાં મદદ મળશે. અભિયાનની કલ્પના અને તેનુ અમલીકરણ
મુલેન ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
મુલેન લિંટાસના સાથે
ભાગીદારી પર ટાટા ક્લાસિસના ચીફ, બી2સી શ્રી સચિન તોરનેએ જણાવ્યું, “ટાટા સ્ટડી ‘સાયન્સ ઑફ લર્નિંગ’ના સિદ્ધાંતો પર
આધારિત એક શિક્ષા પ્રોડક્ટ છે. અમે ઇચ્છીએ છે કે બાળકો પોતાના અભ્યાસની યોજના
બનાવે અને સમજવા માટે શીખે, જેથી તેઓ પોતાના શીખવાનો ઉપયોગ વાસ્તવિક જીવનમાં કરી
શકે. કોઇ પણ ગતિવિધિની યોજના બનાવવાથી દબાણને ઘટાડવામાં મદદ મળે છે અને અભ્યાસ
વિશે પણ આ યોગ્ય છે. ટાટા સ્ટડી દ્વારા અમે વિદ્યાર્થીઓમાં શીખવાની સારી ટેવો
પાડવા ઇચ્છીએ છે. કેવી રીતે શીખવુ છે, આ વાત જ્યારે બાળક એક વાર પણ શીખી લે છે તો
આ કૌશલ્ય જીવનભર તેમની સાથે રહેશે. લિંટાસે અમને એડટેક સેગમેંટના પોતાના જ્ઞાન અને
અમારા મૂલ્ય પ્રસ્તાવને યોગ્ય પ્રકારે સમજવામાં પોતાની રચનાત્મકતાથી પ્રભાવિત
કર્યા. ટાટા સ્ટડી માટે પોતાના બ્રાન્ડ પાર્ટનરના રૂપમાં અમે લિંટાસનું સ્વાગત
કરીએ છીએ.”
મુલેન લિંટાસના ચીફ ક્રિએટિવ ઓફિસર્સ એજાજૂલ હક અને ગરિમા ખંડેલવાલે ભાગીદારી પર ટિપ્પણી કરતા જણાવ્યું, “શ્રેણીમાં ઘણી બધી બ્રાન્ડ્સ ઉપસ્થિત છે, તેથી અમારે
એવી વિચારધારા બનાવવાની હતી, જે અવ્યવસ્થાને તોડે, જે માતા-પિતા અને વિદ્યાર્થીઓ
માટે પણ વ્યાવહારિક અને પ્રાસંગિક હોય. માતા-પિતા કેવી રીતે અજાણતા બાળકો પર દબાણ
લાવે છે, ખાસકરી જ્યારે પરીક્ષાઓ નજીકમાં હોય, આ આંતરદ્રષ્ટિ નવી લાગી રહી હતી અને
તેનાથી અમે તે કહાણીઓને બતાવવાની તક પણ મળી જેનાથી માતા-પિતા કનેક્ટ થઇ શકે છે.
પરીક્ષાના સમય પર તણાવને ઘટાડવા માટે અભ્યાસની યોજના બનાવવી – ટાટા સ્ટડીની આ
અનોખી, અન્યોથી અલગ વિશેષતાને ‘પ્રેશર નહીં, પ્લાન’માં દર્શાવવામાં આવ્યું છે. તે આ કેમ્પેઇનનું
કેન્દ્રબિંદુ છે.”
અભિયાન માટે લિંકઃ
· યુટ્યૂબ https://youtu.be/So4amDT4lCw
· ઈંસ્ટાગ્રામ https://www.instagram.com/tv/CXkwpJIl7LD/?utm_source=ig_web_copy_link
·
ફેસબુક https://fb.watch/9XXqjb3meh/
0 Comments
Post a Comment