સવારે ૦૯.૦૦ થી ૯.૩૦ કલાક અને બપોરે ૧૪:૩૦ કલાક સુધીમાં ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે

જામનગર મોર્નિંગ- જામનગર 

આગામી તા.૨૬/૧૨/૨૦૨૧ રવિવારના રોજ જામનગર શહેરમાં વિવિધ સ્થળો પર ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં બે પ્રશ્નપત્ર છે. જેમાં પેપર માટે સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૧૩:૦૦ કલાક અને બપોરે ૧૫:૦૦ કલાકથી ૧૮:૦૦ કલાકનો સમય રહેશે.

ઉપરોક્ત પરીક્ષામાં દરેક પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોએ તા.૨૬/૧૨/૨૦૨૧ના રોજ પેપર-૧માં સવારે ૦૯.૦૦ થી ૯.૩૦ કલાક અને બપોરે પેપર-૨માં ૧૪:૦૦ કલાકથી ૧૪:૩૦ સુધીમાં સુચના મુજબ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. સવારે ૧૦.૦૦ કલાક બાદ અને પેપર-૨માં બપોરે ૧૫:૦૦ કલાક બાદ આયોગની ગાઈડ લાઈન મુજબ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા બિલ્ડીંગમાં ઉમેદવારોને પ્રવેશ મળશે નહિ. તો દરેક ઉમેદવારોએ સમયસર પ્રવેશ મેળવી પોતાને ફાળવેલ પરીક્ષા સ્થળ, બ્લોક અને બેઠક નંબર જોઈ બેઠક લઇ લેવાની રહેશે તેમ જામનગર જિલ્લા નાયબ કો-ઓર્ડીનેટર તથા જિલ્લા શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.