જામનગર મોર્નિંગ - જામનગર
મળતી વિગત મુજબ જામનગરના બેડી વિસ્તારમાં આવેલા આઝાદચોકમાં મંગળવારે બપોરે બે શખ્સ વર્લીના આંકડા લખી જુગાર રમાડતા હોવાની બાતમી એલસીબીના યોગરાજસિંહ રાણાને મળતા દરોડો પાડી ત્યાંથી ઈમરાન સલીમ બ્લોચ અને અસગર ઈસ્માઈલ કોરેજા નામના બે શખ્સ વર્લીના સાહિત્ય તથા રૂ. ૮૩૭૦ રોકડા તેમજ બે મોબાઈલ સાથે મળી કુલ રૂ. ૧૬,૩૭૦નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સોએ પોતાની પાસેથી કપાત લેતા બેડીના જ રઝાક નુરમામદ સાઈચાનું નામ આપતા ત્રણેય સામે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૧૨-અ હેઠળ ગુન્હો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે જામજોધપુરના ગાંધીચોક પાસે આવેલી પાનની એક દુકાનમાં વર્લીનું બેટીંગ લેવાતુ હોવાની બાતમી પરથી સ્થાનિક પોલીસે દરોડો પાડતા ત્યાંથી પટેલ મુકેશભાઈ રૂગનાથભાઈ મણવર નામના શખ્સના કબ્જામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી અને રૂ. 7050 રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment