જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ ગામ એટલે તૂટેલા રસ્તાઓ એવી છાપ ના બની જાય તે કાળજી તંત્ર અને ચુંટાયેલ પદાધિકારીઓએ રાખવી જરૂરી છે. ભાણવડના જકાતનાકા થી લઈને વેરાડ નાકા સુધીનો બાયપાસ રોડ, જકાત નાકા થી લઈને આશાપુરા બજાર થઈને વાછરા દાદા ચોક સુધીનો માર્ગ અને પોલીસ લાઈનથી લઈને જુના સિનેમા રોડ તાલુકા શાળા સુધીનો આ ત્રણેય રોડ નવીનીકરણ ઝંખી રહ્યા છે આમાંના બાયપાસ રોડ અને જુના સિનેમા રોડ આ બંને તો લાંબો સમયથી મંજુર થઇ ગયા છે.


ભાણવડના આ મુખ્ય ત્રણ રસ્તાઓ બજારો પરથી મોટી સંખ્યામાં લોકો પરિવહન કરે છે. ગામડેથી ખરીદી કરવા આવતા લોકો વેપારીઓ સહિતનાઓને તૂટેલા આ રસ્તાઓથી દૈનિક હાડમારી વેઠવી પડે છે. ચુંટાયેલ કોર્પોરેટરો અને સરકારી ઈજનેરો વહેલી તકે આ રસ્તાઓનું નવીનીકરણ કરાવે તેવું ભાણવડ વાસીઓ ઈચ્છી રહ્યા છે.