અંબુજારોડ પર આવેલ વ્રજ લકઝરીયસ નામના બિલ્ડીંગ ધારકે પાંચ માલની મંજૂરી મેળવી આઠ માળ ખળકી દીધેલ: જો કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો બિલ્ડીંગ ધારક સામે ઉચ્ચસ્તરીય રજુઆત કરવામાં આવશે 

જામનગર મોર્નિંગ - દ્વારકા    


દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ઘણા સમય થયા શહેરના બિલ્ડરો દ્વારા ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહ્યા છે, આ બાંધકામો પૈકી મોટાભાગના બાંધકામોમાં નગરપાલિકાની મંજુરી મેળવવામાં આવતી નથી અને જે મંજૂરી મેળવેલ હોય તો સરકારના બાંધકામ અંગેના નિયમોની અવગણના કરી મોટાપાયે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. 

ગેરકાયદે બાંધકામો બાબતે અગાઉ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને અનેક લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે તેવું જામનગર મોર્નિંગને જાણવા મળેલ છે, તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શા માટે આવા નિયમ વિરુધ્ધ કરવામાં આવેલ બાંધકામોને અટકાવવામાં આવતા નથી તે એક મોટો પ્રશ્નાર્થ છે, દ્વારકાના ચીફ ઓફિસર દ્વારા જે રીતે ગેરકાયદે બાંધકામ કરનારાઓને છાવરવામાં આવી રહ્યા છે તે જોતા બિલ્ડરો તથા ચીફ ઓફિસર વચ્ચે સાઠગાંઠ હોવાનું સ્પષ્ટ જણાય છે. 

જામનગર મોર્નિંગના ધ્યાને આવેલ છે કે દ્વારકામાં અનેક ગેરકાયદે બાંધકામો બાબતે ચીફ ઓફિસરને લેખિત ફરિયાદો મળી છે છતાં ચીફ ઓફિસર દ્વારા આ બાબતે કોઈ પગલાં નહીં લેવાતા જામનગર મોર્નિંગ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો ટેલીફોનીક સંપર્ક કરવાની કોશીષ કરેલ છતાં ચીફ ઓફિસર દ્વારા ફોન રીસીવ કરવામાં આવતો નથી. જે ઘણી સૂચક બાબતો અને દ્વારકાના ગેરકાયદે બાંધકામો બાબતે બિલ્ડરો અને ચીફ ઓફિસરની સાંઠગાંઠને ખુલ્લી કરવા અને જે ગેરકાયદે બાંધકામો થયેલ છે તેના આધાર પુરાવા સહિતની ફરિયાદ ટૂંક સમયમાં હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવશે. અને જામનગર મોર્નિંગની ઉચ્ચસ્તરીય ફરિયાદ બાદ નગરપાલિકાના ચોક્કસ અધિકારી, કર્મચારીઓના તપેલા ચડી જવાની પુરી શક્યતાઓ જણાઈ રહી છે, તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.