જામનગર મોર્નીગ - ગાંધીનગર તા.૧૫ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને લોક ગાયક વિજય સુંવાળા ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી બાદ પાર્ટીમાં નિષ્ક્રિય જોવા મળી રહ્યા હતા. અને એમાં પણ ૨-૪ દિવસથી વાતો વહેતી થઇ હતી કે વિજય સુંવાળા આમ આદમી પાર્ટી માંથી પોતાનું સ્વેચ્છિક રાજીનામું આપશે. આ અંગે વિજય સુવાળા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મેં આમ માંદ્મી પાર્ટીમાં દિલથી મહેનત અને કામ કર્યું છે. પાર્ટીએ મને અપેક્ષાથી વધારે આપ્યું મારી આટલી નાની ઉમરમાં મને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યો પણ હું ગાયક કલાકાર છું મને લોકો મારા ગાયન મારા અવાજ થકી ઓળખે છે. જો હું ગાવાનું છોડી દઈશ તો લોકો કલાકાર વિજય સુવાળાને ભૂલી જશે માટે હું પ્રોગ્રામો અને આલ્બમ બનાવવાનું છોડી શકું નહી જો ગીતો ગાવા જાવ તો પાર્ટી માટે પુરતો સમય ના આપી શકું આમ બંને બાજુ રહેવા કરતા એક બાજુ ગાયક કલાકાર રહેવાનું પસંદ કરતા રાજીનામું આપવાનું વિચાર્યું છે.

વિજય સુંવાળાના રાજીનામાની વાત બાદ ઈશુદાન ગઢવી વિજય સુવાળાના ઘરે મળવા પહોચ્યા હતા લગભગ પોણા કલાક જેવી બંને વચ્ચે મીટીંગ ચાલી હતી જે મીટીંગ બાદ વિજય સુવાળાએ હાલ પુરતું આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપવાનું મોકૂફ રાખ્યું છે. ઇસુદાન ગઢવીએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે અમે પણ એવું આયોજન કરી રહ્યા છે કે વિજયભાઈ પોતાનું લોક ગાયક તરીકેની કારકિર્દી પણ જાળવી રાખે અને પાર્ટી માટે પણ કામ કરે એટલે જરૂરી મોટા અમારા પ્રોગ્રામ હોય તેમાં જ અમે વિજયભાઈને આવવાનો આગ્રહ કરીએ છીએ. નાના કાર્યક્રમમાં હાજરી ના આપે તો પણ ચાલે કેમકે તેના લોક ગાયક તરીકેના આખી રાતના કાર્યક્રમો ચાલુ હોય છે.