ગોકુલનગરનો શખ્સ ઝડપાયો: મોબાઈલ ફોનમાંથી અશ્લીલ વિડીયો ક્લિપ મળવા ઉપરાંત અન્યોને મોકલી: એફ.એસ.એલ.માં મોબાઈલ તપાસ અર્થે મોકલાયો     

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરાયા પછી ગોકુલનગર વિસ્તારમાં રહેતો એક શખ્સ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સને લગતા એડલ્ટ વિડીયો સાથે મળી આવ્યો હતો. પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડના અશ્લીલ વિડીયો રાખવા બદલ તેની ધરપકડ કરી લઈ તેનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે અને તેની સામે આઈ.ટી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે જેના મોબાઈલને એફ.એસ.એલ.માં મોકલી દેવાયો છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો મામલો પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે, રાજ્યના પોલીસ તંત્ર દ્વારા 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરીના સમય ગાળા દરમ્યાન બાળકોને લગત એડલ્ટ ગુનાઓ અટકાવવા માટે તેમજ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી જરૂરી તપાસની કાર્યવાહી કરવાના ભાગરૂપે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ અંગે સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે, જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી પાંચ દિવસના સમયગાળા દરમ્યાન ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ અંગેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે. 

જેના ભાગરૂપે જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એલ. ગાધે તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો ચેકીંગ હાથ ધરી ગોકુલનગર વિસ્તારમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના શકમંદ એવા ધર્મેશ અશોકભાઈ પરમાર નામના શખ્સને પકડી પાડ્યો હતો અને તેના મોબાઈલ ફોનની ચકાસણી કરતા તેના મોબાઈલ ફોનની ચકાસણી કરતા તેના મોબાઈલ ફોનના ઇન્સ્ટાગ્રામમાંથી ચાઈલ્ડને લગતી પોર્નોગ્રાફીની ક્લિપ મળી આવી હતી, ઉપરાંત તેણે આ વિડીયો ક્લિપ અન્યને પણ સેન્ડ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈ.ટી.એક્ટ કલમ 67-બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, જયારે તેનો મોબાઈલ ફોન કબ્જે કરી લઈ એફ.એસ.એલ.માં મોકલી દેવામાં આવ્યો છે, આ ઉપરાંત શહેરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ મામલે અન્ય કોઈ વ્યક્તિના મોબાઈલ ફોનમાં આવી વિડીયો ક્લિપ એક બીજાને શેર કરતા હોય તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. 


નોંધ: જામનગર શહેરમાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની પોલીસ ટિમ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ મામલે 1 જાન્યુઆરી થી 5 જાન્યુઆરી દરમ્યાન સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે, ત્યારે સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વિડીયો પોતાના મોબાઈલમાં રાખ્યા હોય તો તાવ મોબાઈલ ધારકોને શોધી કાઢી તેની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેથી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એલ. ગાધે દ્વારા જામનગર શહેર જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે અને પોતાના મોબાઈલ ફોનમાં સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વિડીયો રાખવા એ ગુનો બને છે, ઉપરાંત સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પણ એપ્લીકેશનના માધ્યમથી એક બીજા વ્યક્તિને આ વિડીયો શેર કરવો તે ગુનાને પાત્ર છે તેમજ પોતાના મોબાઈલ ફોનમાં સ્ટોર કરીને રાખવું એ પણ એક ગુનો છે, આવી કોઈપણ વ્યક્તિ ધ્યાનમાં આવશે તો તેઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.