• રીન્યુ પાવર પ્રોજેક્ટ કંપની દ્વારા તળાવની પાળ ને પણ નુકસાન કરી તેમાંથી માટી ઉપાડેલ છે.


જામનગર મોર્નિંગ - લાલપુર તા.04 : લાલપુર તાલુકાના સણોસરી ગામે રીન્યુ પાવર પ્રોજેક્ટ કંપની દ્વારા પવનચક્કી નાખવાની કામગીરી ચાલે છે તેમાં ગામના તળાવ જેવી અનેક જગ્યાઓ માંથી માટી ઉપાડવામાં આવે છે જે પણ મંજૂરી વિના ઉપડવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સણોસરી ગ્રામ જનોએ જામનગર જીલ્લા કલેકટર, લાલપુર પ્રાંત અધિકારી, લાલપુર મામલતદાર તથા લાલપુર પી. એસ. આઈ. ને લેખિતમાં આવેદન પત્ર આપ્યું છે જે આવેદન પત્રમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ અમારા ગામમાં હાલ રીન્યુ પાવર પ્રા , લી , કંપની દ્વારા પવનચક્કીનાં કામો કરવામાં આવે છે . તેમજ અમારા સણોસરી ગામના સરકારી ખરાબા તથા ગૌચર તેમજ સરકાર શ્રી દ્વારા બનાવવા માં આવેલ તળાવ ની પાળ ને પણ નુકસાન કરી તેમાંથી માટી ઉપાડેલ છે અને સરકાર દ્વારા બનાવવામાં આવેલ તળાવ ને નુકસાન કરેલ છે તેમજ સણોસરી ગામની જમીનમાંથી કોઈ પણ જાતની સરકારી કે ગ્રામજનોની મંજુરી વિના માટી ઉપાડવામાં આવે છે . ગૌચર તથા સરકારી ખરાબાની જમીન પર ગેર કાયદેસર દબાણ તથા માટી ઉપાડી નુકશાન કરેલ છે . તેમજ ગામના ખાતેદાર ખેડૂતોને યેનકેન પ્રકારે બીવડાવી ધમકાવી અને કંપનીના વાહનો પસાર કરવા માટે હેરાન પરેશાન કરે છે . તેમજ બળજબરીપૂર્વક કંપનીના ભારે વાહનો પસાર કરી ખેડૂતોની ખેતીની જમીન ને તેમજ ગૌચરની જમીનને પણ નુકશાન કરવામાં આવે છે . તેમજ ગ્રામ જનો દ્વારા મૌખિક રજૂઆત કરતા કંપનીના વચેટીયા માણસો દ્વારા ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગ્રામજનો ને અપશબ્દો બોલી અને ધમકી આપવા લાગેલ અને જણાવેલ કે તમને બધાને ખોટા કેસો કરી જેલમાં નાખી દઈશું જેથી કંપની દ્વારા થતા આવા બળજબરી પૂર્વકના ગેરકાયદેસર કામો તાત્કાલિક બંધ કરાવવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.