જામનગર મોર્નિંગ - જામનગર
આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના હસ્તે જામનગર તાલુકાના ઠેબા ગામની શ્રી કે. જે. શાહ હાઇસ્કુલ ખાતેથી ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકોને કોવિડ-૧૯ના રસીકરણનો શુભારંભ કરાયો હતો.
આ કાર્યક્રમમાં કલેકટરએ બાળકોને ભયમુક્ત બની રસી લેવા અપીલ કરી હતી. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળા ખાતેની રસીકરણ કામગીરી માટેની વ્યવસ્થાઓને નિહાળી હતી.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયા તથા જિલ્લા શિક્ષણાધિકારી ડોડીયાએ ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને રસીકરણ સંબંધી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ.
0 Comments
Post a Comment