• ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના વેપારી અને ઉદ્યોગકારોની જે સમસ્યા છે જી. એસ. ટી. અને નોટબંધીના જે ફટકા પડ્યા છે તેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગ વેપારીઓ પાયમાલ થયા છે.

જામનગર મોર્નિંગ - દ્વારકામાં યોજાઈ રહેલ ત્રિદિવસીય ચિંતન શિબિમાં બીજા દિવસે રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. દ્વારકામાં આહીર સમાજ ખાતે તા.25-26-27 ફેબ્રુઆરી આમ ત્રણ દિવસ સુધી કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પાર્ટીનો રોડમેપ નક્કી કરવા પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહીત કોંગ્રેસના અગ્રણીય નેતાઓની હાજરીમા ચિંતન શિબિર ચાલુ છે જેમાં બીજા દિવસે રાહુલ ગાંધીએ હાજરી આપીને ગુજરાત કોંગ્રેસના નેતાઓને સંબોધન કર્યું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલા જયારે ગુજરાતના નેતાઓ સાથે મારી વાત થઇ ત્યારે કહેતા હતા કે માહોલ ખરાબ છે 40-45 બેઠક માંડ આવશે જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ માહોલ સારો થતો ગયો અને 88 બેઠક મળી સરકાર બનાવવામાં માત્ર 6 બેઠક ઓછી રહી હતી ગત વખત કરતાં આ વખતે માહોલ ઘણો સારો છે.

ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના વેપારી અને ઉદ્યોગકારોની જે સમસ્યા છે જી. એસ. ટી. અને નોટબંધીના જે ફટકા પડ્યા છે તેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગ વેપારીઓ પાયમાલ થયા છે જેના હિસાબે કારીગરો અને મજૂરો પણ બેરોજગાર બની રહ્યા છે. આવા સમયે કોંગ્રેસ નાના અને મધ્યમ ઉદ્યોગકારો અને વેપારીઓ પાસે જાય તેમની સાથે વાત કરે અને તેમને સમજાવે કે કોંગ્રેસ આવશે તો શુ કામ કરશે સકારાત્મકતા સાથે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ઉતરે જ્યાં જરૂર પડે ત્યાં પોતે માર્ગદર્શન આપવા કે રૂબરૂ આવવા તૈયાર હોવાનું અને વધુમાં જણાવ્યું હતું કે ફક્ત એસી ઓફિસોમાં બેસીને વાતો કરવાથી કામ નહી ચાલે જમીન સાથે જોડાયેલ રહો જે કામ કરે છે તેને આગળ કરો 30-40 લોકોની ટીમ બનાવો તેને પૂરતું માર્ગદર્શન આપીને આગળ કરો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવી કોઈ મોટી વાત નથી એવુ રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું.