જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.06 : ખંભાળીયા તાલુકાના આથમણા બારા ગામે એક પરિવાર પર 10 જેટલાં લોકોએ હુમલો કરતાં 1 મહિલા અને 2 પુરૂષઓ સહીત 3 જેટલાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


માથાના ભાગ સહીત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર માટે ખંભાળીયા અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જેમાં ઇજા જેમને પહોંચી છે તે અભયસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા અને કુસુમબા જાડેજાનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત પરિવારના જણાવ્યા મુજબ તેઓ ઘરે હતા એ દરમિયાન 10 જેટલા લોકોએ લાકડી, ધોકા અને ભાલા જેવા ઘાતક હથિયાર લઈને જાનલેવા હુમલો કરતાં તેમના પરિવારના લોકો ગંભીર રીતે ઘવાયા છે અને પોતે ઇજાથી બેભાન બની જતા હોસ્પિટલ લવાયા છે. ઘટના પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી વિગત મેળવાઈ રહી છે.