જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.07 : ખંભાળીયા તાલુકાના આથમણા બારા અને ચાર બારા ગામની સીમ પાસે ગઈકાલે બપોર આસપાસ એક પરિવારના સભ્યો પર ઘાતકી હુમલો થયો હતો કુહાડી, ભાલા, ધોકા અને લાકડીઓ જેવા હથિયારથી હુમલો કરીને ફરિયાદી પરિવારના 2 ભાઈઓ એક ભત્રીજા અને એક મહિલા ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ સારવાર હેઠળ છે.


બનાવની પોલીસ દફ્તરેથી મળતી વિગતો મુજબ આથમણાબારા ગામ રહેતા ફરિયાદી અભેસિંગ ભુપતસિંહ જાડેજા તેઓ પોતાના ઘર પાસે આવેલા રોડ પર ઉભા હતા ત્યારે તેમના કૌટુંબિક સગા ગોવુભા સુરાજી જાડેજા તેમનો દીકરો જોરુભા ગોવુભા જાડેજા સહીત આઠ જેટલાં વ્યક્તિઓ હાથમા કુહાડી, ધોકા, ભાલા અને લાકડીઓ સાથે ઘસી આવ્યા હતા અને ફરિયાદીએ ગોવુભાના દીકરાના સગપણ ના થવા દીધું હોય તેમ કહીને તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો હુમલાથી બચાવવાં ફરિયાદીના ભાઈ કિરીટસિંહ અને ભત્રીજો હરદેવસિંહ તથા ભાભી કુસુમભા આવતા તેમને પણ આરોપીઓએ બેફામ મારમાર્યો હતો ફરિયાદી અભેસિંગને તથા તેમના ભાઈને શરીરના અનેક ભાગે ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને ઘવાયા હતા 15 થી વધુ ટાકા લેવા પડ્યા છે તથા કુસુમબાને પણ મૂંઢ ઘા લાગ્યા છે. ઇજાગ્રસ્તો હાલ જામનગર જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


ઈજાગ્રસ્ત અભેસિંગના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી અમારા સગા ગોવુભાને ત્યાં સગપણ માટે આવ્યા હતા અને તે અંગે અમારો અભિપ્રાય લેતા અમે સારો અભિપ્રાય આપેલ ના હોય જેનો ખાર રાખીને તેમણે અમારા પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.


બનાવને પગલે ઈજાગ્રસ્ત અભેસિંગની ફરિયાદ પરથી સલાયા પોલીસએ ઇપીકો કલમ 323,324,325, 307,504, 506(2), 114 તથા જીપીએ એક્ટ કલમ 135 (1) મુજબ આરોપી (1) ગોવુભા સુરાજી જાડેજા, (2) જોરૂભા ગોવુભા જાડેજા (3) હેમભા ચંદ્રસિંહ જાડેજા (4) પ્રવિણસિંહ ગોવુભા જાડેજા (5) દાજીભા ઉમેદસિંગ જાડેજા (6) ભીખુભા ઉમેદસિંગ જાડેજા (7) જાલમસંગ બચુભા જાડેજા અને (8) દિલીપસિંહ મનુભા ચૌહાણ સામે ગુનો નોંધાયો છે.