જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.19 : દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક ખંભાળીયામાં જીલ્લા સેવા સદનની પાછળ આવેલ કાળા પથ્થરની જૂની ખાણોમાં હાલ પાણી ભરાયેલ છે જે ખાણમાં 30 વર્ષીય શ્રમિક યુવક આજે સાંજે 5-6 વાગ્યાં આસપાસ ન્હાવા પડતા ડૂબી ગયો હોવાની પરિવારજનોએ માહિતી આપતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે આવીને શોધખોળ હાથ ધરી હતી.


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નાથાભાઈ માધાભાઇ પરમાર ઉ. વ. આશરે 30 જે મૂળ રાણાવાવના અને હાલ ખંભાળીયા જીલ્લા સેવા સદન પાછળના ભાગમાં ખાણ નજીક આવેલ ઝુંપ્પડપટ્ટીમાં તેમના સાસરિયા રહેતા હોય ત્યાં મજૂરી કામ કરવા માટે રહેવા આવેલ આજે સાંજના 5-6 વાગ્યાં આસપાસ બાજુમાં આવેલ ખાણમાં પાણી ભરાયેલ હોય જેમાં ન્હાવા ગયા હતા અને ઘણો સમય થવા છતાં પરત ના આવતા પરિવારજનો સબંધીએ તપાસ કરતાં ખાણ કાંઠે તેમના ચંપલ અને કપડાં પડ્યા હતા પણ નાથાભાઈ ના દેખાડા તેમને તરતા પણ આવડતુ ના હોય પાણીમાં ડૂબ્યા હોવાની આશંકાના આધારે પરિવારજનોએ પોલીસમાં જાણ કરતાં ફાયર વિભાગે આવીને શોધખોળ હાથ ધરી હતી પણ રાત્રી સુધી કંઈ હાથ લાગ્યું ના હતું જેથી સવારે ફરીથી શોધખોળ હાથ ધરશે ખાણમાં ભરાયેલ પાણીમાં ડૂબી ગયેલ નાથાભાઈને પરિવારમાં બે દીકરી અને બે દીકરા ચાર બાળકો છે પોતે છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.