જામનગર મોર્નિંગ - જામજોધપુર તા.07 : ગુજરાત રાજ્યમાં રી સર્વે એટલે કે સેટેલાઇટથી જમીન માપણી કરવામાં આવી છે જેમાં જામનગરને પાઇલોટ પ્રોજેક્ટમાં લઈને પહેલા જામનગરમાં જમીન માપણી કરવામાં આવેલ હતી જેમાં સરકારી નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લઘન કરીને 100 ટકા ભૂલ ભરેલ માપણી થયેલ જે નવી જમીન માપણીથી હજારો ખેડૂતોની જમીનોના નકશા બદલાઈ ગયા આકૃતિ અને સ્થળ બદલાઈ ગયા એ સુધારવા માટે જમીન માપણી શાખામાં અરજીઓ આપે તો વર્ષો સુધી નિકાલ નથી થતો હાલ જાણવા મળતી વિગત મુજબ 52000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે વર્ષો સુધી સુધારા નથી થતા.


સદંતર ભૂલ ભરેલી આ જમીન માપણી રદ કરવાની માંગ સાથે જામજોધપુર તાલુકા ખેડુત હિત રક્ષક સમિતિ અને જામનગર જીલ્લા પંચાયત સદસ્ય હેમંત ખવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામથી જામનગર ડી. એલ. આર. કચેરી 65 કિમિ જેટલી રેલી કાઢીને આવેદન પત્ર આપ્યું હતું જો જમીન માપણી રદ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાનું પણ જણાવાયું હતું.