જામનગર મોર્નિંગ - રાજકોટ પોલીસ તોડકાંડ પ્રકરણમાં આખરે સરકાર થોડા ઘણા એક્શનમાં આવી છે થોડા દિવસો પહેલા જયારે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજકોટ પોલીસ લોકોના ડૂબેલા પૈસા કાઢી આપવા માટે કમિશન લ્યે છે 15 થી 30 ટકા જેટલું કમિશન લઈને કોઈને પૈસા વ્યાજ વટાવ કે ધંધામાં ફસાયા હોય તે પોલીસ કાઢી આપે છે આ સિવાય કિંમતી જમીન પ્લોટ મકાન ખાલી કરાવવા માટે પણ નિશ્ચિત રકમ લઈને કબ્જા ખાલી કરાવી આપે છે. ત્યારે સવાલ એ થાય કે લોકોની સુરક્ષા અને ન્યાય માટે તત્પરતા બતાવવાના બદલે પોલીસ પૈસા મળે તો ગુનેગારને પણ સપોર્ટ કરે અને પૈસા ના મળે તો પીડિત ભોગગ્રસ્ત કે સામાન્ય માણસ ને ન્યાય મેળવવા માટે પણ સહકાર આપે નહી. અને આ કથિત કાર્યો રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની મીઠી નજર હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર પાડવામાં આવે છે. ગોવિંદભાઇ પટેલ દ્વારા લગાવવામાં આવેલ આરોપ બાદ તેની વાતને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ પણ સમર્થન આપતા સરકાર એક્શનમાં આવી હતી.


આઈપીએસ અધિકારી વિકાસ સહાયને આ કેશની તપાસ સોંપાય હતી જે બાદ આજે રાજકોટ પોલીસ કમિશ્નરને સજાના ભાગરૂપે જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલીથી નિયુક્તિ કરાઈ છે જયારે ક્રાઇમ બ્રાન્ચના પી. આઈ. વીકે ગઢવી અને પીએસઆઇ સાખરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


જો કે સામાન્ય નાગરિકોમાં હાલ એવી પણ ચર્ચા થઇ રહી છે કે કયો પોલીસ અધિકારી કે પોલીસ કર્મી ભ્રષ્ટાચારના ભરડામાંથી બાકાત છે તે આંગળીના વેઢે ગણાય એમ છે એટલા મોટા પ્રમાણમાં પોલીસમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોય ત્યારે સરકારએ પોલીસ વિભાગ સામે નક્કર પગલાં અને મોનીટરીંગ કરવું જરૂરી છે.