(ભરત હુણ )

ભારતના સૌથી મોટા 25 કરોડ જેટલી વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુર આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા એમાં કોંગ્રેસ ક્યાંય ચિત્ર માં જ ના રહી એક સમયે આખા દેશમાં એક હથ્થું શાસન કરતી કોંગ્રેસ હવે ડૂબ્યા વાંકે અધમુવી તરી રહી હોય એવુ ચિત્ર ઉપસી રહ્યું છે. 2014 થી કોંગ્રેસ સતત હારતી આવી છે. કોંગ્રેસની કમાન્ડ જેમના હાથમા છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ કહો કે અધ્યક્ષ રાહુલ ગાંધી તેનામાં રાજકીય સુજબુજ છે એના કરતાં કોંગ્રેસના અનેક સાંસદો અને ધારાસભ્યમાં વધારે કુનેહ છે પણ કોંગ્રેસ કેપ્ટ્ન બદલાવવા નથી માંગતી એ સતત હારેલી બાજી રમી રહી છે પરિણામે ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ એક ભૂતકાળ બની રહ્યો છે.


કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ પરિવારવાદ છે તે કોંગ્રેસને પોતાનો ખાનગી પક્ષ સમજવાની ભૂલ કરી રહ્યા છે રાજનીતિમાં સતત બદલાવ જોઈએ જો સમય સાથે ના ચાલો તો સમય તમને બદલાવી નાખે જો ભાજપએ નરેન્દ્ર મોદીના બદલે અડવાણીને જ અજમાવ્યા રાખ્યા હોત તો ભાજપ પણ આજે ત્યાંજ હોત જ્યાં હાલ કોંગ્રેસ ઉભી છે. રાજકીય પરિવારમાંથી આવતા હોય એટલે રાજકીય આવડત હોય જ એ જરૂરી નથી.


ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર એમાંથી પંજાબ માં તો કોંગ્રેસ સત્તામાં હતી અને ઉત્તરાખંડ અને ગોવામાં પણ સત્તાની નજીક હતી પણ હાલના પરિણામમાં કોંગ્રેસ પાંચ માંથી એક પણ રાજ્યમાં સત્તામાં નથી આવી સત્તા માં તો ઠીક ચર્ચામાં પણ નથી આવી કોંગ્રેસને પોતામાં બદલાવ કરવો પડશે નહીંતર કોંગ્રેસનું નિશાન પણ લોકો ભૂલી જશે એ દિવસો હવે દૂર નથી !