જામનગર મોર્નિંગ - ભાણવડ તા.13 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એકાદ વર્ષ પહેલા રસ્તાઓની હાલાત ખુબ ખરાબ હતી મોટા ભાગના રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ જર્જરિત ખાડા ખબડા તો અમુક અંશે નાસ પામેલ હતા. જે બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને જીલ્લાના ક્ર્મશ તમામ રસ્તાઓ રીપેરીંગ, નવીનીકરણ કરવામાં આવી રહ્યા છે.

જેમાં હાલમાં ભાણવડ - પોરબંદર રોડ ભાણવડથી પાછતર - રાણપર થઇ નાગકા સુધીનો આશરે 18 કિ. મી. જેટલો રોડ આવેલ છે તે નવો બનાવવા માટેનું કામ શરૂ થઇ ગયું છે આ રોડ 20 થી 25 દિવસમાં નવીનીકરણ થઇ જશે. આ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં આવેલ હતો ભાણવડ - પોરબંદર પરિવહન તે સિવાય શનિદેવ મંદિર - હાથલા જવા માટે તેમજ ભાણવડ થી નાગકા સુધીમાં 8 થી 10 જેટલાં ભાણવડના ગામડા આ રોડ પર આવેલા જે ગામના લોકોને દૈનિક હાડમારી વેઠવી પડતી હતી જે આ રોડ નવો બની જવાથી રાહતનો દમ લઇ શકશે. હાલ રોડના નવીનીકરણનું કામ શરૂ થતા અહીંના સ્થાનિક લોકોમાં રાજીપો છવાયો છે સાથે જ રોડનું કામ સારૂ, ટકાઉ અને મજબૂત થાય તે તકેદારી રાખવી પણ જરૂરી છે.