જામનગર મોર્નિંગ - જામનગર : આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ બંગલા ખાતે તા .૧૩.૦૩.૨૦૨૨ થી કુલ ૩૨ ક્રિકેટ ટીમ વચ્ચે ક્રિકેટ જંગ ની શરૂઆત થશે . હાલાર ટ્રોફી ટુર્નામેન્ટ દરમ્યાન દરરોજ ૨ મેચ ૨૦-૨૦ ઓવરના રમાડવામાં આવશે જેનો સમય સવારે ૦૯.૦૦ થી ૧.૦૦ તથા બપોરે ૨.૦૦ થી ૬.૦૦ રાખવામાં આવેલ છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત શહેરના ક્રિકેટરો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે . જેમાં ખુબજ સારો પ્રતિભાવ મળેલ છે અને ટૂંક સમયમાં સારી ૩૨ ( બત્રીસ ) ટીમો ની એન્ટ્રી આવેલ છે . જામનગર ના ઉભરતા ક્રિકેટરો ને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેનો એક પ્રયાસ કરેલછે . આ ટુર્નામેન્ટ તા .૧૩ / ૦૩ / ૨૦૨૨ નાં રોજ ક્રિકેટ બંગલા ખાતે , જામનગર મહાનગરપાલિકાનાં પદાધિકારીશ્રીઓ , સભ્યશ્રીઓ અને કમિશ્નરશ્રી દ્વારા સવારે ૯.૦૦ વાગ્યે પ્રારંભ કરાવવામાં આવશે.