જામનગર મોર્નિંગ - ભાણવડ તા.07 : ભાણવડ શહેર અને ગ્રામીણ પંથકના લોકો ભાણવડમાં ક્રિકેટ કે અન્ય રમતો રમી શકે પ્રેક્ટિસ કરી શકે તે માટે ભાણવડ શહેરમાં ક્યાંય રમત-ગમત માટેનું ગ્રાઉન્ડ આવેલ નથી પરિણામે લોકોને ક્રિકેટ રમવા માટે ખાનગી માલિકીની જમીનો ભાડે મેળવવી પડે છે અથવા કોઈ જાહેર જગ્યાઓ એસ. ટી. બસ સ્ટેન્ડ જેવા ગ્રાઉન્ડ માં બાળકો ક્રિકેટ રમે છે જો ભાણવડ શહેરમાં સેવા સદન નજીક આવેલ ગ્રાઉન્ડમાં રમત ગમત માટેનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવે અથવા શહેરમાં કોઈ પણ જગ્યાએ જ્યાં દરેક રમત વિરોને સાનુકૂળ પડે તેવી જગ્યાએ રમત ગમત માટેનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી ભાણવડના રમતવિરોએ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ અંગે વધુ વાત કરતાં રમતવીરોએ જણાવ્યું હતું કે રાજનેતાઓ રમત ગમતના ગ્રાઉન્ડ માટે દર વખતે ચૂંટણી સમયે ઠાલાં આશ્વાસન આપે છે પણ અમને ગ્રાઉન્ડ મળતું નથી. અગાઉ ગ્રાઉન્ડ ફાળવ્યું હતું કલેકટર દ્વારા તેનો પણ હજુ સુધી કબ્જો અપાયો નથી ત્યાં ધાર્મિક બાંધકામ સહીતના પ્રશ્નો હોય જે તે સમયે વૈકલ્પિક બીજી જગ્યાએ ગ્રાઉન્ડ ફાળવણીનું વચન આપ્યું હતું પણ હજુ સુધી ભાણવડને રમત ગમત માટેનું ગ્રાઉન્ડ મળ્યું નથી તે હકીકત છે.
ગુજરાત સરકાર દ્વારા પણ ખેલ મહાકુંભ રમશે ગુજરાત જેવા મોટા કાર્યક્રમો થાય છે પણ ભાણવડના રમત વીરો રમી શકે કે પ્રેક્ટિસ કરી શકે તેવું કોઈ ગ્રાઉન્ડ જ નથી વહેલી તકે ગ્રાઉન્ડ સરકાર ફાળવી આપે તેવી માંગ કરાઈ છે.
0 Comments
Post a Comment