જામનગર મોર્નિંગ - ભાણવડ તા.18 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ગામે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ નદી કાંઠે ન્હાવા પડેલા પાંચ તરૂણોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યા છે ધુળેટીના દિવસે જ અપમૃત્યુના બનાવથી ભાણવડ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાણવડના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ નદી કાંઠે આજે ધુળેટીના દિવસે બપોરે 11-12 વાગ્યાં આસપાસના સમયગાળામાં પાંચ તરુણ યુવકો ન્હાવા પડ્યા હતા જેમાં નદીના ભેખડોમાં ફસાઈ જવાથી તેઓનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. મૃતકોમાં (1) જીત ભરતભાઈ કવા ઉ. વ. 16 રે. શિવ નગર ભાણવડ, (2) હેમાંશું ભરતભાઈ રાઠોડ ઉ. વ. 17 રે. ખરાવાડ ભાણવડ, (3) ભૂપેન મુકેશભાઈ બગડા ઉ. વ.16 રે. રામેશ્વર પ્લોટ ભાણવડ, (4) ધવલ ભાણજીભાઈ ચાંડેગરા રે. શિવ નગર ભાણવડ અને (5) હિતાર્થ અશ્વિનગીરી ગોસ્વામી ઉ. વ.16 રે. શિવ નગર ભાણવડ ના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે મૃતકોને નદીમાંથી બહાર કાઢીને ભાણવડ સરકારી હોસ્પિટલ પી. એમ. સહીતની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી બાદમાં સ્થાનિક તરવૈયાના સહકારથી નદીમાં ઘૂના જેવી ભેખડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.