• સાંસદ પાસે માફી મંગાવવા અને કાર્યવાહી કરવા માટે મામલતદાર એસોસિઅન લોકસભા અને કેન્દ્ર સરકારને પત્ર મોકલશે.


જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.04 : ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા ધ્વારા કરજણ મામલતદા૨ તથા નાયબ મામલતદાર સામે અસભ્ય વર્તન કરી બીન સંસદીય શબ્દોનો ઉપયોગ કરી જાહે૨ માં અપમાન કરવામાં આવેલ હતું . જે સમગ્ર મહેસુલ વિભાગના અધિકા૨ીશ્રી / કર્મચારીશ્રીઓનું મો૨લ ડાઉન થાય તેવું કૃત્ય ક૨વામાં આવ્યું હોય તેમ મામલતદાર એસોસિઅનએ જણાવ્યું હતું . જેના વિરોધમાં ગુજરાત ૨ાજય , મામલતદા૨ એસોસિએશન , ગુજ૨ાત ૨ાજય મહેસુલી કર્મચા૨ી ( વર્ગ -૩ ) મહામંડળ તથા સુચિત રેવન્યુ તલાટી મંડળ ધ્વા૨ા તા .03 / 03 / ૨૦૨૨ ના રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવેલ , તેમ છતાં કોઇ નિરાકરણ ન આવતા તા .૦૪ / ૦૩ / ૨૦૨૨ ના ૨ોજ ૨ાજયના તમામ મહેસુલી અધિકા૨ીશ્રોઓ તથા વર્ગ -૩ ના કર્મચા૨ીશ્રીઓ માસ સી.એલ. ૫૨ ઉત૨ી જતાં આજ રોજ મંત્રીશ્રી મહેસુલ રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ અધિકારી / કર્મચારી મંડળોના આગેવાનોને બોલાવી સાંસદશ્રી મનસુખ વસાવા ધ્વા૨ા જે વર્તન ક૨વામાં આવેલ છે , તે ખરેખર અમાનવીય છે અને કોઇને પણ અપશબ્દ ન બોલી શકાય . જેથી તેઓ ધ્વા૨ા જે વર્તન ક૨વામાં આવેલ છે તે બાબતે મહેસુલ મંત્રીએ દીલગી૨ છું અને તેના વતી હું દિલગી૨ી વ્યકત ક૨વા માંગુ છું તેમ જણાવીને સ૨કા૨ શ્રી તમામ મંડળની સાથે છે તેઓ વિશ્વાસ આપેલ છે . તેમ જણાવી તમામ મંડળોને માસ સી.એલ. ૫૨ થી પરત આવવા તથા આગામી કાર્યક્રમો મોકુફ રાખવા અનુરોધ કરતાં આજ રોજ મામલતદા૨ એસોસિએશન , ત્રીજા વર્ગના મહેસુલી મહામંડળ તથા રેવન્યુ તલાટી મંડળ ધ્વા૨ા આગામી કાર્યક્રમો સામાન્ય પ્રજાને તેમના કામોમાં હાલાકીનો સામનો ન કરવો પડે તેવા આશયથી તથા મહેસુલ મંત્રીશ્રીના અનુરોધને માન આપતાં હાલ મોકુફ રાખેલ છે.