જામનગર મોર્નિંગ - રાવલ તા.13 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે
રાવલ હોમગાર્ડ યુનિટ માં ફરજ નિભાવતા ખીમાભાઈ લાખાભાઈ મોરી વિવિધ ફરજો હોમગાર્ડ માં બજાવેલ, જેવીકે ચૂંટણી બંદોબસ્ત , કોવિડ 19 કોરોના બંદોબસ્ત, વી. આઈ. પી. બંદોબસ્ત, પુરપ્રકોપસેવા, જન્માષ્ટમી ઉત્સવ દ્વારકા, ગણેશ ઉત્સવ વડોદરા, અંબાજી મેળો બંદોબસ્ત, વગેરે ફરજો નિભાવેલ હતી. રાજ્યકક્ષાના અને જિલ્લાકક્ષાના હોમગાર્ડ કેમ્પો પણ કરેલા હતા.

 આથી ખીમાભાઈ લાખાભાઈ મોરી ને વય મર્યાદાને કારણે ફરજ માંથી નિવૃત થતા. રાવલ હોમગાર્ડ સ્ટાફ દ્વારા,અને પૂર્વ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ ના જોષી સાહેબ દ્વારા અને રાવલ હોમગાર્ડ યુનિટ ના હોમગાર્ડ સભ્યોએ શાલ ઓઢાડી મોમેન્ટો આપી ખીમાભાઈ મોરી ને રાવલ હોમગાર્ડ માંથી વિદાયમાન આપ્યું.