જામનગર મોર્નિંગ - જામનગર તા.13 : જામનગર શહેરના ટાઉનહોલ થી સાતરસ્તા સુધી રોડની બંન્ને બાજુ વૃક્ષની ડાળીઓ  જે વીજ લાઈનને નડતર રૂપ હતી જેનાથી વીજ પ્રવાહમાં અડચણ અને અકસ્માત થવાનો ભય રહે તેવી ડાળીઓ પી. જી. વી. સી. એલ. દ્વારા કાપવામાં આવી હતી.


વીજ લાઈનમાં વરસાદી વાતાવરણ અથવા તો તેજ ગતીએ ફૂંકાતા પવન દરમિયાન રોડ પર વીજ લાઈન નજીકના વૃક્ષો અને ડાળીઓ અકસ્માત ને નોતરતા હોય છે અથવા તો ડાળીઓના હિસાબે વીજ વાયરમાં નુકશાન થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરંભાઈ જતો હોય છે. શહેરીજનોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે તકેદારીના ભાગ રૂપે નડતરરૂપ વૃક્ષની ડાળીઓ કાપવમાં આવી છે.