• ડાયવર્ઝન રસ્તાઓ ક્ષણિક સમય માટે ટકી શકે તેવા તદ્દન કામચલાઉ હલકી ગુણવતાના બનેલ છે.
  • માથાના દુખાવા સમાન આ ડાયવર્ઝન રસ્તાની દરરોજની હાડમારી સમાન આ સમસ્યાથી રાહત મળે તે ઈચ્છનીય છે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા ( ભરત હુણ ) : ખંભાળીયાના વાડીનારથી લઈને દ્વારકાના કુરંગા સુધીના ખંભાળીયા - દ્વારકા રૂપિયા ૧૧૦૦ કરોડના ખર્ચે સ્ટેટ હાઇવે માંથી નવો નેશનલ હાઇવે રોડ બની રહ્યો છે. આ રોડની કામગીરીની ૨ વર્ષ જેટલો સમય થયો છે. છતાં હજુ ઘણું કામ બાકી છે. રોડના કામ દરમિયાન વૈકલ્પિક ડાયવર્ઝન રસ્તાઓ કાઢેલા છે તે તદન હલકી ગુણવતાના હોવાથી ધૂળની ડમરીઓ ઉડતી હોય અને વાહન ચાલકોને અકસ્માત થવાનો તેમજ વાહનમાં તૂટેલા ડાયવર્ઝન રસ્તાથી નુકશાન પણ થઇ રહ્યું છે.

નેશનલ હાઇવેની માર્ગદર્શિકા મુજબ રોડના કામ દરમિયાન મુખ્ય રસ્તાઓ બંધ થાય ત્યારે બાજુમાં બીજો વૈકલ્પિક ડાયવર્ઝન રસ્તો બનાવવાનો હોય છે તે પાકા ડામર રોડથી બનાવવાનો હોય છે. પણ દ્વારકા - ખંભાળીયાના રોડના કામમાં બનાવવામાં આવેલા મોટા ભાગના ડાયવર્ઝન રસ્તાઓ ક્ષણિક સમય માટે ટકી શકે તેવા તદ્દન કામચલાઉ હલકી ગુણવતાના બનેલ છે. પરિણામે રોડમાં ધૂળની ડમરીઓ અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે પરિણામે અનેક અકસ્માતો થાય છે. દુર - દુરથી લોકો જગત મંદિર દ્વારકા આવતા હોય છે તે સિવાય પણ અહી તાતા કેમિકલ , ઘડી સોડાએસ જેવી રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ કાર્યરત હોવાથી અનેક હેવી લોડીંગ વાહનો પસાર થતા હોય એ સિવાય પણ જીલ્લાના અનેક લોકો કામ અર્થે દૈનિક પરિવહન કરતા હોય આ સૌને માથાના દુખાવા સમાન આ ડાયવર્ઝન રસ્તાની દરરોજની હાડમારી સમાન આ સમસ્યાથી રાહત મળે તે ઈચ્છનીય છે.