જામનગર મોર્નિંગ - ભાણવડ તા.13 : દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ ભરત પિંડારીયાએ ગત તારીખ - 09-03-2022 ના રોજ પક્ષ માં પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું જે પત્ર આજે મિડીયા સમક્ષ આવ્યો હતો. રાજીનામાં પત્રમાં જણાવ્યું હતું કે પાર્ટીના આંતરિક વિખવાદના કારણે રાજીનામુ આપું છું.

જે બાદ આજે તે રાજીનામુ પરત ખેચ્યું છે અને પક્ષમા કોઈ સાથે પોતાનો મતભેદ ના હોવાનું જણાવ્યું હતું અને પોતે પુરવરત પાર્ટીમાં જોડાયા છે અને પાર્ટીમાં આપેલ રાજીનામુ પરત ખેચ્યું છે.