જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૦ : કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એલ.આઈ.બી. ક્રાઈમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્રકુમાર પુનમચંદ પટેલએ કાલાવડના એક વ્યક્તિના પાસપોર્ટ વેરિફિકેશન કરવા માટે ગેરકાયદેસર ૬૦૦ રૂપિયા લાંચની માંગણી કરેલ જેમાં અરજદાર ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતા આરોપી પોલીસ જવાન લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાયો છે.

બનાવની એ.સી.બી. દફતરેથી મળતી વિગત મુજબ આ કામના ફરીયાદીએ પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરેલી હતી. અને પાસપોર્ટ ના પોલીસ વેરિફિકેશન માટે આ કામના આરોપી ભુપેન્દ્રકુમાર પુનમચંદ પટેલએ ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.૬૦૦/- ની ગેરકાયદેસર રીતે માંગણી કરેલ અને ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર પર રજુઆત કરી, એસીબી કચેરીમાં પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચના છટકા દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપીએ ફરિયાદી પાસેથી માંગેલ લાંચની રકમ સ્વીકારી, અને પકડાઈ ગયા હતા. લાંચની આ સફળ ટ્રેપ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના એલાઈબી રૂમમાં જ જામનગર એ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.પરમાર અને તેમના સ્ટાફ દ્વારા કરાઈ હતી. આરોપીનો કોવીડ ટેસ્ટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે તેવું વધુમાં જણાવ્યું હતું.