જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષીય બુજુર્ગ કે જેઓ દીગજામ સર્કલ પાસેના સીટી બસ ના પાર્કિંગમાં ઊભા હતા, જ્યાંથી કોઈ તસ્કરો તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

જામનગરના રામેશ્વરનગર નજીક વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા મનજીભાઈ કાનજીભાઈ પાણખાણીયા નામના ૬૪  વર્ષ ના બુઝુર્ગ કે જેઓ ગત ૨૭મી તારીખે દીગજામ સર્કલ પાસે આવેલા સિટી બસના પાર્કિંગમાં ઉભા હતા, તે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી ગયા હોવાથી તેઓએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે મામલે સિટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.