મહિલા સહિત બે શખ્સ ફરાર

જામનગર મોર્નિંગ - જામનગર 


મેઘપર ગામમાં મહિલા અલગ અલગ જગ્યાએ દેશીદારૂનું વેંચાણ કરાવે છે તેવી બાતમી મળતા પોલીસે દરોડા કરી 263 લીટર દેશીદારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ મહિલા સહિત બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ પડાણા ગામમાં આશાબેન ગઢવી ગામમાં અલગ અલગ જગ્યાએ માણસો રાખી દેશી દારુનું વેંચાણ કરે છે તેવી બાતમી મેઘપર પોલીસને મળતા અલગ અલગ જગ્યાએ દરોડા કરી હરેશ નારણ મકવાણા (રહે. પડાણા, રામાપીરના મંદિરની બાજુમાં) નામના શખ્સને દેશીદારૂ લીટર 37 સાથે ઝડપાઈ જતાં કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ઉદય શંકર રાવલ તેમજ આશાબેન ગઢવી હાજર મળી ના 226 લીટર દેશીદારુ કબ્જે કરી શોધખોળ હાથ ધરી છે.


આ કાર્યવાહી પીએસઆઈ વાય. બી. રાણા, જશપાલસિંહ જેઠવા, સુખદેવસિંહ જાડેજા, જીગ્નેશભાઈ વાળા, જયદેવસિંહ જાડેજા, અમિતભાઈ કાંબરીયા અને ઈન્દ્રજીતસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.