માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ફોર વ્‍હીલર સીરીઝ જીજે-૩૭(જે) (બી) તથા ટુવ્‍હીલર સીરીજ જીજે-૩૭ (કે) અને જુની સીરીજો જીજે-૩૭ (ઇ),(એફ),(એચ)માં બાકી રહેલા સિલ્‍વર તથા ગોલ્‍ડન નંબર માટેનું ઇ-ઓકસન હાથ ધરવામાં આવનાર છે.

જે અન્વયે ઓનલાનઇ અરજીનો સમયગાળો તા.૧૬/૦૩/૨૦૨૨ થી ૨૦/૦૩/૨૦૨૨ સુધીનો રહેશે તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૧/૦૩/૨૦૨૨ થી ૨૨/૦૩/૨૦૨૨ સુધીનો રહેશે. આ અંગે ઇ-ઓકસનનું પરિણામ તારીખ ૨૩-૦૩-૨૦૨૨ના બપોરે ૧૨-૦૦ વાગ્‍યા જાહેર કરવામાં આવશે.

જેના માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્‍યાર બાદ આ વેબસાઇટ પર લોગીન કરી વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે અને વાહન માલિક ગોલ્‍ડન અને સિલ્‍વર અને અન્‍ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્‍ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્‍યાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્‍ફળ થયેલ અરજદારોએ રિફંડ માટે સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરી ખંભાળીયાનો સંપર્ક કરવાનો રહેશે. આ પસંદગીમાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઇન દિવસ-૫(પાંચ) માં કરવાનું રહેશે જ્યારે નિષ્‍ફળ ગયેલ પસંદગીના નંબરની ફીનું રિફંડ મળવા પાત્ર નથી તેમ વધુમાં જણાવાયું છે.