જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.07 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ઘર વપરાશના અને બીપીએલ અને ઉજાલા યોજના હેઠળ રાહત દરે સબસીડી વાળા આવતા ગેસ સિલિન્ડરમાંથી વાણિજ્ય હેતુ માટે મોંઘા આવતા ગેસ સિલિન્ડરમાં ગેસ રીફીલિંગ કરીને ખંભાળીયા અને આજુબાજુની હોટેલમાં મોંઘા ભાવે વેચાણ કરતો ખંભાળીયાના નવાપરા વિસ્તારમાં શ્યામ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ મણિલાલ કાનાણી નામનો શખ્સ ખંભાળીયા પોલીસના હાથે ઝડપાયો છે અને તેના કબ્જામાંથી આવા 22 જેટલાં ગેસ સિલિન્ડર, 32 જેટલી ગ્રાહકોની બુકો સહીતનો મુદ્દામાલ પણ મળ્યો હોવાનું પોલીસ સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે. ગઈકાલે ખંભાળીયાના રહેણાંક વિસ્તારમાં ગેસ બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી આવો બનાવ કયાંક બેદરકારી અથવા આવા ગેરકાયદેસર રીફીલિંગના કારણે પણ આવા અકસ્માતો સર્જાતા હોય છે. આ બાબતે પોલીસ અને પુરવઠા વિભાગે કડક હાથે કામ લેવું જરૂરી છે ગરીબોના સસ્તા ભાવે આવતા ગેસ સિલિન્ડરો આવા ચરીખાય અને હોટેલોને મોંઘા ભાવે પધરાવતા હોય છે આમને કોણે - કોણે પોતાના ગેસ સિલિન્ડરની બુકમાં એન્ટ્રી કરવા આપે છે તે પાછળ શુ વળતર મેળવે છે એ સિવાય ક્યાંકને ક્યાંક તંત્રનું મૌન અને આંખ આડા કાન કરવાની આદત આવા બનાવોને પ્રોત્સાહન પુરૂ પાડે છે.