માહિતી બ્‍યુરો દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના નાયબ બાગાયત નિમામકશ્રી સી.ઓ.લશ્કરીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામા બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છક અનુસૂચિત જાતિના ખેડુતો માટે ikhedut પોર્ટલ તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

જે અન્વયે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના ૧૧૫ ઘટકોમાં ભાગ લેવા ઈચ્છુક અનુસૂચિત જાતિના ખેડુતો ikhedul પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

ઉપરોક્ત વિષય અંતર્ગત અરજી કર્યા બાદ ખેડુતોએ અરજીની પ્રિન્ટની નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદ્દન-જામ ખંભાળીયાના સરનામે નિશ્ચિત સમય મર્યાદામાં પહોંચાડવાની રહેશે તેમ જણાવાયું છે.