જામનગર મોર્નિંગ - જામનગર તળાવની પાળે દેશ વિદેશથી આવતા અને અહીંના દરિયાઈ પક્ષીઓને લાખોટા તળાવની પાળે લોકો ગાઠીયા, બિસ્કિટ, સેવ વિગેરે નાખતા હોય છે ખવડાવતા હોય છે આ તેમનો ખોરાક નથી. લોકો અહીં આ ખોરાક ના ખવડાવે જાગૃતતા આવે તે માટે જામનગરની સંસ્થા ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે.


પક્ષી અને પ્રાણી પ્રેમી લોકોને સાથે લઈને સંસ્થા દ્વારા ગઈકાલે સવારે મોટા જાગુર્તતા અભિયાન હાથ ધર્યું હતું જેમાં દરિયાઈ પક્ષીઓને ગાઠીયા, સેવ બિસ્કિટ ખવરાવવાનું બંધ કરો સ્લોગન લખેલ પોસ્ટર સાથે તળાવની પાળે ઉભા રહીને લોકોમાં આ અંગેનો સંદેશ જાય જાગૃતતા આવે તે માટે તેઓએ આ અભિયાન હાથ ધર્યું છે. આથી જામનગરના લોકોએ પણ જાગૃત થવું જોઈએ અને અહીંના તથા વિદેશથી જામનગરની મહેમાનગતિ માણવા આવતા દરિયાઈ પક્ષીઓને આવો ખોરાક આપવાનું બંધ કરવું જોઈએ.