દેવભૂમિ દ્વારકા તા.10 એપ્રિલ, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે.તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા હેલિપેડ ખાતે આવી પહોચતા તેઓનું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રી જ્યોતિબેન સામાણી, જિલ્લા કલેક્ટર શ્રી એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.જે.જાડેજા, જિલ્લા પોલિસ અધીક્ષક શ્રી નિતેશ પાંડે સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિશ્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
0 Comments
Post a Comment