જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૩૦ : સરકારી યોજનાઓની અમલવારી અને પ્રજાહિતના કામો સરળતાથી લઇ શકાય વહીવટી સરળતા જળવાઈ રહે તે માટે સમયાંતરે જીલ્લાના કર્મચારીઓની અરસ - પરસ બદલીઓ થવી જરૂરી હોય છે. જેથી જીલ્લામાં વહીવટી તંત્રનો પારદર્શક અને સરળ રીતે વહીવટ ચાલી શકે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલેકટર કચેરી,પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી, કારકુન અને નાયબ મામલતદારની ઘણાં સમયથી સામુહિક બદલીઓ થઇ નથી અથવા તો બદલીઓ થાય તો પણ ટુક સમયમાં ફરી મૂળ જગ્યાએ આવી જાય અથવા તો બદલી વાળી જગ્યાએ હાજર જ થતા નથી અને એક ને એક જગ્યાએ ચીગમની જેમ ચોટયા રહે છે. ૧૦૦ માંથી ૧૦-૨૦ આવા કર્મચારીઓના કારણે વહીવટ ખોરંભાઈ છે. જેથી જીલ્લા કલેકટર કચેરી અને તાબા હેઠળની મહેસુલી કચેરીઓમાં લાંબા સમયથી એક જ બ્રાંચમાં અથવા એકજ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની સામુહિક બદલીઓ કરવી જરૂરી છે.