જામનગર મોર્નિંગ - જૂનાગઢ : 29/04/2022 ના રોજ ,11.30 વાગ્યે કલેકટર કચેરી ખાતે ગીર બરડા અને આલેચ ના રબારી ,ભરવાડ અને ચારણ માલધારી સમાજ ના અંદાજે 100 જેટલા યુવાનો યુવતીઓ દ્વારા રાજ્ય સરકાર ની વિવિધ ભરતીઓ જેવી કે એલઆરડી,જીએસઆરટીસી ,પીજીવીસીએલ, જીપીએસસી અને અન્ય પરીક્ષાઓમાં પાસ થયેલ અને મેરીટ માં આવેલ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષ થી જાતિ પ્રમાણપત્ર ની ચકાસણી ના બહાને ઑર્ડર આપેલ ન હોવાથી,અને સરકાર ની અન્યાયી નીતિ નો છેલ્લા ત્રણ વર્ષ થી ભોગ બનેલા હોય આજે જિલ્લા કલેકટર પાસે ઇચ્છામૃત્યું ની માંગ સાથે આવેદનપત્ર આપેલ.

ઉલ્લેખનીય છે 1956 ના જાહેરનામા મુજબ ગીર બરડા અને આલેચ ના જંગલ ના નેસ ના રબારી ,ભરવાડ અને ચારણ સમાજ નો અનુસૂચિત જનજાતિ માં સમાવેશ થયેલ છે.

છેલ્લા વર્ષો થી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર ની ચકાસણી ના બહાને ઑર્ડર આપવામાં આવી રહ્યા નથી.આવા અન્યાય બાબતે અગાઉ પણ રબારી માલધારી સમાજ ના બે વ્યક્તિઓ એ સરકારી અન્યાય સહન ન થતા આત્મહત્યા કરી લીધેલ હતી અને હવે આ બધા ઉમેદવારો આજ રોજ માનનીય રાજ્યપાલ શ્રી ,મુખ્યમંત્રી શ્રી ને ઉદેશી ને જિલ્લા કલેકટર જૂનાગઢ ને આવેદનપત્ર આપેલ અને ઇચ્છામૃત્યુ ની પરવાનગી માંગેલ.અને આ તકે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ની હાજરી માં આવેદન પત્ર આપેલ હતું અને સરકાર ની અન્યાયી નીતિ ના કારણે પોતાના પર વિતેલ આપવીતી જણાવેલ હતી.