જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૩૦ : ભાણવડ તાલુકાના મોખાણા - ભેનકવડ રોડ ઘણા વર્ષોથી તૂટી ગયો છે નાશ પામ્યો છે એમ કહીએ તો પણ વધુ ના કહેવાય આ રોડના નવીનીકરણ માટે ૪-૫ વર્ષથી દરખાસ્તો અને રજુઆતો કરાઈ રહી છે લગભગ ૨ વર્ષથી પણ વધારે સમયથી રોડ નવો મંજુર થઇ ગયો છે. ૨ વર્ષ જેટલા સમયથી રોડ નવો બનાવવા માટે ટેન્ડર બહાર પડાઈ છે પણ ટેન્ડર કોઈ ભરતું નથી આવા જવાબથી સ્થાનિકો હવે કંટાળી ગયા છે. ના પોસાતું હોય તો તમે ટેન્ડર વધારો ઘટાડો જે કરો એ પણ સારો ટકાઉ અને મજબુત રોડ બનાવો તે અહીના લોકોની માંગ છે.

ભાણવડના મોખાણા - ભેનકવડ વાળો રોડ ભાણવડ તાલુકા માટે જ નહી પણ અહીના નજીકના પંથકના જામજોધપુર - ભાણવડ અને પોરબંદરના અનેક ગામડાઓ માટે લાગુ પડે છે . ૪-૫ વર્ષથી નવો રોડ બનાવવા માટેની કાર્યવાહીનો અંત લાવીને સ્થળ પર હવે રોડ બને તે જરૂરી છે.