• જીલ્લા પોલીસ વડાએ પોતાના વિશ્વાશું અધિકારીઓની ટીમ તૈયાર કરતા હોવાની સંભાવના 
  • જામનગરથી આવેલ પી.એસ.આઈ.દેવમુરારીને ખંભાળીયા એલ.સી.બી.માં નિમણુક અપાઈ

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૩૦ : તાજેતરમાં જામનગર ઇન્ચાર્જ એસ.પી.નીતેશ પાંડેયની દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા તરીકે બદલીથી નિમણુક થયા બાદ . જામનગર એલ.સી.બી.માં ફરજ બજાવતા પી.એસ.આઈ.દેવમુરારીની પણ દેવભૂમિ દ્વારકામાં બદલી થઇ હતી. બદલીના ઘણા દિવસો સુધી હેડક્વાટર રહેલા પી.એસ.આઈ.દેવમુરારીને આખરે એલ.સી.બી.જેવી મહત્વની બ્રાંચમાં નિમણુક અપાઈ છે.

મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસવડા પોતાના વિશ્વાસુ અધિકારીઓની ટીમ તૈયાર કરતા હોય જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી. જેવી બ્રાન્ચોમાં પોતાની સાથે કામ કરી શકતા અધિકારીઓને અરસ પરસ બદલીઓ કરીને પોસ્ટીંગ અપાઈ તેવી શક્યતાઓ છે.

૨૦૨૦ થી ૨૦૨૨ આ દોઢ બે વર્ષના ગાળામાં જીલ્લા પોલીસ વડા તરીકે સુનીલ જોશીએ જે રીતે પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી તેનાથી દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસની છબીમાં ઘણો સુધારો થયો . અસામાજિક પ્રવૃતિઓ કરતા ઈસમો અને બુટલેગરો પોલીસથી થર થર કાપતા થયા . રાજકીય નેતાઓ પણ બિન જરૂરી પોલીસને મળતા બંધ થયા હતા. સુનીલ જોશીએ દ્વારકા જીલ્લામાં કરેલ કામગીરીનો પથ નવા પોલીસ વડા નીતેશ પાંડેય જાળવી રાખશે એવું તેમની શરૂઆતની કાર્યપ્રણાલીથી જણાઈ રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લો વિશાળ આંતરરાષ્ટ્રીય દરયાઈ કાંઠો ધરાવે છે આ દરિયા કાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ત્યારે પોલીસ વધુ સાવધ અને સાવચેત થાય તે જરૂરી છે. ગેરકાયદેસર ધંધાઓ સામે પોલીસ આકરે પાણીએ રહે તે સમયની માંગ છે. જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેય બાહોશ અને નીડર પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટરની ટીમ બનાવી પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં વધુ સાવચેતી અને સુરક્ષા જાળવી રાખે તે પોલીસ અને પ્રજા બને માટે હિતાવહ છે.