FY 22 – 23 માટે 9.5 MMT નાં રન રેટ સાથે 40% વૃધ્ધિ: FY 21-22 માટે  6.8 MMT કાર્ગો હેન્ડલિંગ, દિવસમાં 70,000 ટનનો સૌથી વધુ લોડ રેટ, પ્રતિ જહાજ 1.23 દિવસનો એવરેજ બર્થ TAT સ્કોર

જામનગર મોર્નિંગ - મુંબઇ 


એસ્સાર પોર્ટ્સ-પારાદિપ ટર્મિનલે એપ્રિલ 2022માં 0.8 MMT કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2022-23 માટે 9.5 MMT નો રન રેટ છે અને વાર્ષિક ધોરણે 40 ટકાનો વૃધ્ધિ દર સૂચવે છે. ટર્મિનલે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 6.8 MMT નો વિક્રમ કાર્ગો હેન્ડલ કર્યો છે, જે કમિશનિંગ બાદ સૌથી વધુ વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ છે. કાર્ગો હેન્ડલિંગમાં તીવ્ર વધારો એ અર્થતંત્રમાં તેજી અને પારાદિપ ટર્મિનલની કામગીરીમાં ઉત્કૃષ્ટતાનું પ્રતિબિંબ સૂચવે છે.

આ ઉપરાંત, પ્રતિ જહાજ 1.23 દિવસનાં બર્થ ટર્નએરાઉન્ડ ટાઇમ (TAT) સ્કોર સાથે દિવસમાં 70,000 ટનનો સૌથી વધુ લોડ રેટ નોંધાયો છે. FY 2021-22 માં સરેરાશ થ્રુપુટ 49,500 ટન પ્રતિ દિવસ હતું, ટર્મિનલે કામગીરી શરૂ કર્યા પછી 33 MMT કાર્ગો હેન્ડલ કર્યો છે અને 556 જહાજો લાંગર્યા છે.

એસ્સારના ઓપરેટિંગ પાર્ટનર (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને એસ્સાર પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ અગરવાલે જણાવ્યું હતું કે, “બજારની મુશ્કેલ સ્થિતિ છતાં બેસ્ટ કાર્ગો થ્રુપુટ હાંસલ કરવા બદલ હું ટીમ પારાદિપ ટર્મિનલને અભિનંદન આપું છું. આ મજબૂત કામગીરી અમારા ગ્રાહકો અને વેપારને સાતત્યપૂર્ણ લાભ આપવાની અમારી પ્રતિબધ્ધતાનું પ્રમાણ છે. અમારું ઓલ-રાઉન્ડ પર્ફોમન્સ અમારા નવીન અભિગમ, અત્યાધુનિક સોલ્યુશન્સનાં વિકાસ અને ફ્યુચર-રેડી ટેકનોલોજીમાં રોકાણને આભારી છે. ટર્મિનલમાં તમામ રોકાણ એસ્સારની ESG ફિલોસોફી અને નફાને બદલે લોકોને આગળ રાખવાનાં અભિગમનું પ્રતિબિંબ છે.”

એસ્સાર પોર્ટ ટેકનોલોજી, પર્યાવરણલક્ષી તંત્રમાં રોકાણ અને કાર્યક્ષમ હેન્ડલિંગ સિસ્ટમ્સ માટે જાણીતું છે. કંપનીનું પારાદિપ ટર્મિનલ ફુલ્લી મિકેનાઇઝ્ડ ઇકો-ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, જેમાં વેગન ટિપલર્સ, સ્ટેકર્સ અને રિક્લેઇમર્સ, શિપ લોડર્સ અને અનલોડર્સનો સમાવેશ થાય છે. ટર્મિનલ ઇન્ફ્રાસ્ટ્રકચર નોન-મિકેનાઇઝ્ડ હેન્ડલિંગ નાબૂદ કરીને ગ્રાહકોને કાર્યક્ષમ ખર્ચે પર્ફોમન્સ આપે છે. વધુમાં, ટર્મિનલનાં ડીપર ડ્રાફ્ટ્સને કારણે કદનાં લાભ અને મોટાં પાર્સલ શક્ય બને છે, અને તેનાંથી કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવામાં મદદ મળે છે.

એસ્સાર પોર્ટ્સ એસ્સાર ગ્લોબલ ફન્ડ લિમિટેડ(EGFL)નાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ પોર્ટફોલિયો હેઠળ આવે છે. EGFLનું સંચાલન ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે એસ્સાર કેપિટલ લિમિટેડ કરે છે.

પારાદિપ પોર્ટમાં આવેલું 16 MTPA ઓલ-વેધર ડીપ ટર્મિનલ બંગાળનાં અખાતમાં વ્યૂહાત્મ સ્થળે આવેલું છે, જે ચીન, જાપાન, મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ એશિયાનાં પ્રદેશોની નજીક છે. આ ટર્મિનલ ભારતમાં સ્ટીલ ઉદ્યોગ માટે તટવર્તી હેરફેર તરીકે પણ કામ કરે છે.