રૂ. 1.84 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાંથી અલગ-અલગ ત્રણ જગયાએ સ્થાનિક પોલીસના દરોડામાં 17 શખ્સો રૂ. 1.84 લાખના મુદામાલ સાથે ઝડપાઈ જતા પોલીસે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ ગુલાબનગર વિસ્તારમાં શાકમાર્કેટ વાળી ગલી પાસે ફુલીયા હનુમાન પાછળ જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા સુભાષગીરી જયતીગીરી ગોસ્વામી (રહે દયાનંદ સોસાયટી, મીલ પાસે, ગુલાબનગર) કીર્તિકુમાર દીલીપભાઈ રાજપાલ (રહે.ફુલીયા હનુમાન મંદીર પાછળ) ગોપાલભાઈ વિરમભાઈ ચુડાસમા (રહે. ગુલાબનગર, પોલીસ ચોકી પાછળ) શશીકાંત નારણભાઈ માંડવીયા (રહે, રામવાડી, શેરી નં ૩) ગગુ માનસુરભાઈ છૈયા (રહે શાંતીવન સોસાયટી, શેરી નં ૭, ગુલાબનગર) સંજય બાબુભાઈ મકવાણા (રહે. નવાગામ ઘેડ, ગાયત્રી સ્કુલની બાજુમાં) નામના છ શખ્સને સીટી બી પોલીસે ઝડપી લઈ રોકડ રકમ રૂ. 50,400 તેમજ ચાર નંગ મોબાઈલ કિંમત રૂ. 20,000 અને બે નંગ મોટરસાઇકલ કિંમત રૂ. 70,000 કુલ મળી રૂ. 1,40,400નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે બીજા દરોડામાં તે જ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા કીરીટ પરસોતમભાઈ પરમાર (રહે. ગુલાબનગર, બીજો ઢાળીયો) , રાજેશ કરશનભાઈ પરમાર (રહે. સત્યસાંઇનગર,ગુલાબનગર), નીલેશ જીવરાજભાઈ સોનગરા (રહે. યોગેશ્વરનગર 1, ગુલાબનગર) અને અશોક વાસુદેવભાઈ ભટ્ટ (રહે, મોહનનગર 1, ગુલાબનગર) નામના ચાર શખ્સને રોકડ રૂ. 11,200 તેમજ ચાર નંગ મોબાઈલ કિંમત રૂ. 9500 અને એક નંગ મોટરસાઈકલ કિંમત રૂ. 20,000 કુલ મળી રૂ. 40,700ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ ત્રીજા દરોડામાં સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા શહેરમાં આવેલ પટણીવાડ માતમ પાસે ચોકમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા સોકત ઓસમાણગની ખતાઇ (રહે. હાથીયા શેરી શાહ બાપુની દરગાહ પટણીવાડ), મોહીનુદીન ઇસ્માઇલભાઇ પંજા (રહે. પટણીવાડ બનીયા પાસે), અબ્દુલ કાદરભાઇ કુરેશી (રહે.પટણીવાડ પીલુડી ફળી), કાસીમ યુનુસભાઇ સોઢા (રહે. ગુજરાતીવાડ માતમ પાસે), હાજી નુરાભાઇ કુરેશી (રહે. સીધ્ધનાથ સોસાયટી કસાઇના કબ્રસ્તાન પાછળ), નઝીર મહમદભાઇ કુરેશી (રહે. ખોજાવાડ પીરચોક) અને સફીક યાસીનભાઇ પંજા (રહે. પટણીવાડ માતમ પાસે) નામના સાત શખ્સને ઝડપી લઈ રોકડ રકમ રૂ. 2790 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.