પહેલી જ સિઝનમાં ટાઈટલ જીતી રચ્યો ઈતિહાસ: ફર્સ્ટ ટાઈમ કેપ્ટન હાર્દિક પંડ્યાની મોટી સિદ્ધિ

જામનગર મોર્નિંગ - અમદાવાદ 


ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને માત આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારે રાજસ્થાન રૉયલ્સે ક્વોલિફાયર-2માં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને માત આપી હતી.

જેને લઇને રાજસ્થાન ફાઇનલમાં પહોંચ્યું હતું. રાજસ્થાન રૉયલ્સે ગુજરાત ટાઇટન્સને જીત માટે 131 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 9 વિકેટ પર 130 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે 133 રન બનાવીને જીત મેળવી છે. રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું છે.

ગુજરાત તરફથી પહેલા ફિલ્ડિંગમાં ઉતરેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો. 17 રન આપ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. રવિ શ્રીનિવાસન સાઈ કિશોરે બે વિકેટ લીધી હતી જ્યારે યશ દયાલ, મોહમ્મદ શમી અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત તેમના હોમ ગ્રાઉન્ડ પર ફાઇનલ રમતી હતી સમગ્ર સિઝન દરમિયાન હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ અદભૂત પ્રદર્શન કર્યું હતું. બોલિંગ બાદ બેટિંગમાં પણ હાર્દિક પંડયાએ સારું એવું કાઠું કાઢ્યું હતું. અને 30 બોલ પર 34 રન બનાવીને કેચ આઉટ થયા હતા.હાર્દિક પંડ્યાનાં નામે આ સીઝનમાં 4 અડધી સદી પણ છે.


રાજસ્થાન રોયલ્સ - 130/9, 20 ઓવર

ગુજરાત ટાઇટન્સ - 133/3, 18.1 ઓવર

ગુજરાત ટાઈટન્સમાં સૌથી વધુ 487 રન હાર્દિકે આ સિઝનમાં બનાવ્યા

કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો, જેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સારી બેટિંગ કરી. ફાઇનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં 487 રન બનાવ્યા હતા અને તે પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. હાર્દિક પંડ્યા પછી શુભમન ગીલે ગુજરાત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા અને સિઝનમાં 483 રન બનાવ્યા હતા. તેમજ ડેવીડ મીલરે 481 રન બનાવ્યા હતા.

હાર્દિકે હંમેશા આઇપીએલ ફાઈનલમાં મેળવી છે જીત

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ પહેલા મુંબઈ ઇન્ડિયન્સ સાથે હતા. હાર્દિક પંડ્યાએ 2015માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદથી તેઓ મુંબઈ સાથે જ રહ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ સાથે હાર્દિક પંડ્યાએ 2015, 2017, 2019, 2020માં આઈપીએલ ટ્રોફી જીતી હતી. હવે 2022માં ફાઈનલમાં કેપ્ટનશીપ નિભાવતા હાર્દિકે સારું પ્રદર્શન કરી ગુજરાતને જીત અપાવી ઈતિહાસ ચાલુ જ રાખ્યો છે.

1 2008- રાજસ્થાન રોયલ્સ

2 2009- ડેક્કન ચાર્જર્સ

3 2010- ચેન્નાઈ સુપર કિંગ્સ

4 2011- ચેન્નાઈ સુપર કિંગ્સ

5 2012- કોલકાતા નાઈટ રાઈડર્સ

6 2013- મુંબઈ ઈન્ડિયન્સ

7 2014- કોલકાતા નાઈટ રાઈડર્સ

8 2015- મુંબઈ ઈન્ડિયન્સ

9 2016- સનરાઇઝર્સ હૈદરાબાદ

10 2017- મુંબઈ ઈન્ડિયન્સ

11 2018- ચેન્નાઈ સુપર કિંગ્સ

12 2019- મુંબઈ ઈન્ડિયન્સ

13 2020- મુંબઈ ઈન્ડિયન્સ

14 2021- ચેન્નાઈ સુપર કિંગ્સ

15 2022- ગુજરાત ટાઇટન્સ