બે ફરાર: કાર સહિત રૂ. 5.16 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર  

શહેરમાં આવેલ સાધના કોલોની વિસ્તારમાંથી સીટી એ ડીવીઝન પોલીસે 800 લીટર દેશી દારૂ તેમજ એક કાર સહિત રૂ. 5.16 લાખનો મુદામાલ કબ્જે કરી બે શખ્સને ઝડપી લઈ બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ સાધના કોલોની પહેલા ગેઈટની અંદર દેવ પાનની આગળ બ્લોક નં. એમ - 59 રૂ. નંબર 3962 હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા નામના શખ્સના મકાનમાંથી 500 લીટર દેશીદારૂ કિંમત રૂ. 10,000 તેમજ તેની કાર જીજે 10 ડીઈ 2278માંથી 300 લીટર દેશીદારૂ કિંમત રૂ. 6000 કુલ મળી 800 લીટર દેશીદારૂ કિંમત રૂ. 16,000 તેમજ કારની કિંમત રૂ. 5,00,000 કુલ રૂ. 5,16,000નો મુદામાલ કબ્જે કરી રોહીત દીનેશભાઈ ત્રીવેદી નામના બંને શખ્સને સીટી એ ડીવીઝન પોલીસના મહાવીરસિંહ જાડેજાએ બાતમીના આધારે ઝડપી લઈ બીપીન સોમાભાઈ ચાવડા અને લાલાભાઈ રબારી હાજર મળી ન આવતા ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.