જામનગર મોર્નિંગ - જામનગર તા.07 : જામનગરમા જનતા ફાટક પાસે આવેલ જેકુરબેન સોની કન્યા વિદ્યાલય માં ધો.૯ અને ધો.૧૧ મા પ્રવેશ આપવા સમયે શાળા ગ્રાન્ટેનેડ હોવા છતાં તેમની પ્રવેશ પ્રક્રિયા મા પરીક્ષા લેવામાં આવે છે જે સરકાર શ્રી ના નિયમ વિરુદ્ધ છે આ શાળા માં પ્રવેશ પ્રકિયા સમયે એડમિશન થયા બાદ પ્રવેશ માટે જ ૨૦૦૦ રૂપિયા ની ફી લેવામાં આવે છે અને વાલીઓને ભ્રમિત કરવામાં આવે છે કે આ મુદ્દા ને લઈ ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી એમની પાસે આધાર પુરાવા રૂપે સરકાર શ્રી નો પરિપત્ર માંગવામાં આવ્યો પણ શાળા ના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તા સાથે યોગ્ય વર્તન કરવામાં ના આવ્યુ અને એમની પાસે જવાબ ના હોવાથી કોઈ પણ પ્રકાર ની જવાબ આપવામા ના આવ્યો.જો આગામી સમય માં કોઈ પણ જવાબ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર મા ઉગ્ર આંદોલન કરવામાં આવશે .
જામનગર : જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ શાળા હોવા છતાં પ્રવેશ પરીક્ષા અને ફી લેવાતા ABVP એ વિરોધ નોંધાવ્યો
Tags
જામનગર
0 Comments
Post a Comment