શહેરમાંથી ક્રિકેટનો જુગાર રમતો શખ્સ ઝડપાયો: એક ફરાર 

જામનગર મોર્નિંગ - જામનગર  

શહેરમાં આવેલ પંચવટી વિસ્તારમાંથી એક શખ્સ ક્રિકેટની એપ્લિકેશન પર જુગાર રમતા ઝડપાઈ જતા સોદાઓ  લેનાર શખ્સનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ પંચવટી વિસ્તારમાં ખેતલા આપા હોટલ પાસે હાર્દિકસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા નામનો શખ્સ ભારતમાં ચાલતા ચાલતા આઈપીએલ મેચના રાજસ્થાન અને ચેનાઈ વચ્ચેની મેચમાં સેશન, રનફેર અને હારજીતનો જુગાર રમતા ઝડપાઈ જતા સીટી બી ડીવીઝન પોલીસે તેની ધરપકડ કરી મોબાઈલ સહીત રૂ. 35,600નો મુદામાલ કબ્જે કરી સોદાઓ લેતો રાજદીપસિંહ જેઠવાને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.