જામનગર મોર્નિંગ - જામનગર તા.07 : જામનગર મહાનગરપાલિકા પાલિકાના જાગૃત અને સતત લડત આપતા કોર્પોરેટર રચના બેન નંદાણીયાએ જામનગર શહેરના સ્લમ, ગરીબ વિસ્તારોમાં શૌચાલય ના હોવાને લીધે પડતી મુશ્કેલીઓ વર્ણવીને તાત્કાલિક ધોરણે શૌચાલય બનાવી આપવા માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી રેકર્ડ પર જામનગર શહેરમાં 100% ઘરમાં શૌચાલય આવેલ છે મતલબ રેકર્ડ પર કોઈ ઘર શૌચાલય વિહોણું નથી.

રચનાબેનએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે , ભારત સરકારે એક તરફ સ્લમ ફી ઈન્ડીયાની જાહેરાત કરેલ અને જેમાં જામનગર શહેરમાં પણ મહાનગર પાલીકાએ જામનગર શહેરને શૌચાલય માંથી મુકત શહેર તરીકે જાહેર કરેલ . એટલે કે , તમામ લોકોને પોતાના ઘરમાં શૌચાલય છે . કોઈપણ વ્યકિત શૈાચાલયમાંથી બહાર જતી નથી . તેવું જામનગર મહાનગર પાલીકાએ જાહેર કરેલ અને જનરલ બોર્ડમાં પણ ઠરાવ કરેલ . પરંતુ ખુબ જ દુખની બાબત છે કે , જામનગર શહેરમાં આજે પણ ગરીબ અને સ્લમ વિસ્તારોમાં ભાઈઓ અને બહેનો ધરમાં શૈાચાલય ન હોવાને લીધે બહાર રોડ , કે કેનાલ કે અન્ય કોઈપણ જગ્યાએ શાચાલય માટે જાય છે જે ખરેખર જામનગર શહેર અને ભારત માટે ખુબ જ દુખની બાબત છે . ન જામનગર મહાનગર પાલીકાએ કોઈપણ જાતના સર્વે વગર જાહેર કરેલ કે તમામ લોકોને શૈાચાલયની સુવીધા છે પરંતુ હજુ પણ શહેરનો ગરીબ સ્લમ અને પછાત વિસ્તારોમાં શાચાલયની સુવીધા નથી . તેનું ખરેખર સર્વે થવુ જોઈએ અને જેને પણ શાચાલય ન હોય તેને તાત્કાલીક ધોરણે શૈાચાલય બનાવી આપવુ જોઈએ જેમ કે , જામનગર શહેરના વોર્ડ નં . ૪ , નવાગામ - ધેડ , નગરસીમ વિસ્તાર , તેમજ નાગના વિસ્તારમાં આજે પણ સ્લમ વિસ્તારોમાં શાચાલય ન હોવાથી ભાઈઓ અને બહેનો બહાર શૈાચાલય કરવા માટે જાય છે .