જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં આવેલ દિ. પ્લોટ વિસ્તારમાંથી સીટી એ ડીવીઝન દ્વારા બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો કરી 360 લીટર દેશીદારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ જથ્થો મોકલનાર શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ દિ. પ્લોટ શેરી નંબર 64માંથી સીટી એ ડીવીઝનના પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાને સાથે રાખી સ્ટાફના મેહુલભાઈ વિસાણી અને શિવરાજસિંહ રાઠોડએ બાતમીના આધારે જગદીશ ઉર્ફે જગો હેમનદાસ રામનાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 7200ની કિંમતનો 360 લીટર દેશીદારૂ ઝડપી લઈ દારૂનો જથ્થો મોકલનાર દરેડ ગામમાં રહેતો ધાંધાભાઈ ગઢવીને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફના યુવરાજસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, મેહુલભાઈ વિસાણી, પ્રવીણભાઈ પરમાર, રવિરાજસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment