નેવીના અધિકારીઓએ તેઓનું સ્વાગત કર્યું: નવાનગર સ્ટેટની ચાર ગાડીઓનો કાફલો પણ સાથે જોડાયો: જામસાહેબ સાથે અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી, ડાયસ પર પધારી લોકોને 45 મિનીટ માટે સંબોધન કર્યું: આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજની પેઢીએ જમીનની ફળદ્રુપતા ટકાવવી ખુબ જ જરૂરી - સદગુરુ    

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના પોર્ટ પર આવી પહોંચેલા સદગુરૂએ પોર્ટ પરથી જ ફરી પોતાની બાઈક યાત્રા શરૂ કરીને ભારતમા આ અભિયાનનો આરંભ કર્યો છે. તેઓએ ધર્મ, સરહદો, જ્ઞાતિ-જાતિ સહિતના તમામ ભેદભાવો ભુલીને સૌ માટે સર્જાયેલી ધરતી માતાની રક્ષાની અપીલ પ્રતાપ વિલાસ પેલેસમાં ઉભા કરાયેલા મેચ પરથી સમગ્ર દેશને કરી છે.

જામનગરના રાજવી જામશત્રુશલ્યસિંહજીના આમંત્રણથી ઓમાનથી જામનગર પહોંચેલા સદગુરૂ જગ્ગી વાસુદેવએ દેશમાં સેવ સોઈલનો આરંભ ભગવાન યોગેશ્વરની પ્રાર્થનાથી કર્યો હતો.


તેમણે જણાવ્યું હતું કે, આપણે મનુષ્યો જાતિ, ધર્મો અને દેશોમાં વહેંચાયેલા છીએ, પરંતુ બ્રહ્માંડની દ્રષ્ટિએ આપણે સૌ એક આકાશ હેઠળ અને એક ધરતી પર રહીએ છીએ. ધરતી આપણને જોતું કોમન ફેકટર છે. છેલ્લા વર્ષોમાં દર વર્ષે પૃથ્વી પરથી 27 પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. આગામી 25-30 વર્ષમાં જે પર્યાવરણ રક્ષા ન થઈ તો વિશ્વનાશ તરફ ધસી રહ્યું છે. દુનિયાની બધી સરકારો ચુંટાયા બાદ પ્રજાની માગ પુરી કરવાના મુદ્દા પર કાર્યો કરે છે. પરંતુ હવે પૃથ્વી પરની 60 ટકા પ્રજાએ માટી બચાવો અને ઓર્ગેનિઝમ પ્રકૃતિના તત્ત્વો બચાવોના મુદ્દે સક્રિય રીતે આગળ આવવુ પડશે. 4 માસ પહેલા કોઈ માટીની વાત થતી ન હતી. પરંતુ હવે આપણે તેને નિસ્બતરૂપ ગણીને તેને સતત ચર્ચામાં લેવું પડશે. ગુજરાત સરકારે ખુબ પ્રતિભાવ આપે છે.


લાંબા સમયથી જામનગરનો પ્રતાપ વિલાસ પેલેસ બંધ હતો, તેમાં ઇશા ફાઉન્ડેશનના સદગુરુ વાસુદેવ જગ્ગી ના કાર્યક્રમને કારણે ખુલ્યો હતો. જેમાં જામનગરના શહેરીજનોએ પેલેસના ફોટા પણ મન મૂકીને પાડ્યા હતા અને સોશિયલ મીડિયામાં વર્ષો બાદ જામનગરના પ્રતાપ વિલાસ પેલેસના ફોટા વાયરલ થયા હતા.


કાર્યક્રમમાં જામનાગરની વિવિધ ધાર્મિક સંસ્થાઓમાંથી ઉપસ્થિત રહેલ સંતો-મહંતો, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વિક્રમભાઈ માડમ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહજી જાડેજા, વાંકાનેર સ્ટેટના કેશરીદેવસિંહજી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા સામાજિક આગેવાનો તથા શહેરના પ્રબુદ્ધ નાગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


અને ડ્રેસ કોડ સાથે જામનગરના જામસાહેબ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહેમાન બન્યા હતા અને સાથે સદગુરુ વાસુદેવ જગ્ગી પ્રવચન પણ સાંભળ્યું હતું.